ડાયસ-આધાર

        એસ.એસ.એ. – ગુજરાતની યોજનાઓના નિયમનની પ્રગતિથી વાકેફ રહેવા માટે અને ભંડોળના અસરકારક ઉપયોગનું કોમ્પ્યુટરાઈઝ્ડ માહિતી વ્યવસ્થા દ્વારા બારીકાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. 
        કાર્યક્રમની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ‘ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (ડિ.આઇ.એસ.ઇ.- ડાયસ) નામની સોફ્ટ્વૅર વાપરવામાં આવેલ છે. ડાયસ કાર્યક્રમના ઇનપુટ્સ અને શૈક્ષણીક નિર્દેશો ઉપર દેખરેખ રાખે છે. અપેક્ષિત પરિણામની માહિતી આયોજકો અને અમલકર્તાઓને કાર્યક્રમના પ્રભાવ અને અસરકારકતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. 
      રાજ્ય યોજના કચેરી (એસ.પી.ઓ.)માં અને તમામ એસ.એસ.એ. જિલ્લાઓમાં આવેલ જિલ્લા યોજના કચેરીઓ અને તાલુકા કચેરીઓમાં સંચાલકીય માહિતી વ્યવસ્થા કેન્દ્ર પૂરતી આધાર સામગ્રી તથા માણસો સાથે સંપુર્ણ રીતે કાર્યાન્વિત થઈ ગયેલ છે. 
        એમ.આઈ.એસ. માં સમાવિષ્ટ પ્રવ્રુત્તિઓની હારમાળાનું વિવરણ નીચે મુજબ હોઈ શકે :
  • તમામા ૨૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામાં એસ.એસ.એ. માટે વાર્ષિક કાર્ય યોજનાની તૈયારી.
  • ઘરેલુ મોજણીની માહિતીનું વિશ્લેષણ અને તેની ગ્રામ્ય કક્ષા સુધી વહેંચણી. આ સર્વેક્ષણ દ્વારા ખાસ કરીને શાળામાંથી ઉઠી ગયેલ શાળા બહારના બાળકો અને અપંગ બાળકોને શોધી કઢાયાં. જેની વિગતો ગ્રામીણ કક્ષા સુધી વહેંચવામાં આવી.
  • રાજ્ય, જિલ્લા અને તાલુકા એમ.આઈ.એસ. કર્મચારીઓ દ્વારા રોજ-બરોજના ઓફીસ કામમાં કોમ્પ્યૂટરના ઉપયોગ બાબતે બી.આર.સી.સી. ને સતત ટેકો.
  • જીલ્લાઓમાં ડાયસ (ડી.આઈ.એસ.ઈ.) સિસ્ટમનનું અમલીકરણ.
  • ડાયસની માહિતી દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતીએ રાજ્યની તમામ પ્રકારની પ્રાથમિક શાળા (સરકારી, અનુદાનીત, ખાનગી વિગેરે) માંથી એક્ત્રીત કરવામાં આવે છે



  • તમારી શાળાની માહીતી માટે કલીક કરો.....ભારત
  • તમારી શાળાની માહીતી માટે કલીક  કરો....ગુજરાત





  • વિદ્યાર્થી ડાયસ ધોરણ-૧ માં સને-૨૦૧૪-૧૫ માં નવા દાખલ થયેલ બાળકો માટેનું ફોર્મ
  • વિદ્યાર્થી ડાયસ ધોરણ-૨ થી ૮ માં સને-૨૦૧૪-૧૫માં નવા દાખલ થયેલ બાળકો માટેનું ફોર્મ
  •